સુરત જિલ્લા પંચાયત ખાતે SBCC વિષયક એક દિવસીય પ્રાદેશિક વર્કશોપ યોજાઈ


સુરત જિલ્લા પંચાયત ખાતે “Social and Behavior Change Communication (SBCC)” વિષય પર એક દિવસીય પ્રાદેશિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન Surat ICDS Department દ્વારા Indian Institute of Public Health Gandhinagarના Center of Excellence in Nutrition (CoEN) – Project Tushtiના સહયોગથી કરવામાં આવ્યું હતું.

વર્કશોપનો મુખ્ય હેતુ પોષણ અને માતા-શિશુ આરોગ્ય સેવાઓમાં SBCC અભિગમને વધુ મજબૂત બનાવવાનો તેમજ સુપરવિઝરી કેડરના અધિકારીઓની માર્ગદર્શક ભૂમિકાને વધુ અસરકારક બનાવવાનો હતો. પોષણક્ષેત્રે વર્તન પરિવર્તન માટે યોગ્ય સંદેશાવ્યવહાર પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.

એક દિવસીય વર્કશોપ દરમિયાન SBCCના મૂળ તત્વો, વર્તન પરિવર્તન મોડલ, સમુદાય સ્તરે અસરકારક સંચાર કૌશલ્ય, સુપરવિઝન માર્ગદર્શન અને મોનિટરિંગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રેઝન્ટેશન અને ચર્ચા યોજાઈ હતી. નિષ્ણાતોએ ઉદાહરણો અને પ્રાયોગિક અભિગમ દ્વારા સમજાવ્યું કે પોષણ, ગર્ભવતી મહિલાઓની કાળજી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સમુદાયમાં જાગૃતિ અને યોગ્ય વર્તન પરિવર્તન કેટલું મહત્વનું છે.

કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરો, CDPO સર્વેશ્રીઓ, મુખ્ય સેવિકાઓ તેમજ આંગણવાડી કાર્યકર્તાઓ સહિતના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વર્કશોપ દરમિયાન પોતાના અનુભવ શેર કર્યા અને ક્ષેત્રમાં આવતી પડકારો અંગે ચર્ચા કરી.

આ વર્કશોપ દ્વારા પોષણ અભિયાન અને માતા-શિશુ આરોગ્ય કાર્યક્રમોને વધુ પ્રભાવશાળી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું છે. SBCC અભિગમ દ્વારા લોકોમાં જાગૃતિ વધારવી, સકારાત્મક વર્તન વિકસાવવું અને આરોગ્યલક્ષી સેવાઓનો યોગ્ય લાભ પહોંચાડવો વધુ સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *