રામપુરાની મહિલા ખેડૂત ભાવનાબેન પટેલનો જંગલ મોડેલ પ્રાકૃતિક ખેતીમાં સફળતા કિસ્સો


સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરા ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબેન પ્રવિણભાઈ પટેલે ઓછા ખર્ચે થતી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. શિક્ષિકાની નોકરી છોડી પતિ પ્રવિણભાઈ સાથે મળીને તેમણે પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો અને આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

“સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા…” મંત્રના ભાવાર્થ મુજબ સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે તેવા ઉદ્દેશ સાથે ભાવનાબેને રાસાયણિક ખાતરમુક્ત ખેતી શરૂ કરી. વર્તમાન સમયમાં વધતા રોગચાળાને ધ્યાનમાં રાખીને તેઓ ‘ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરો અને સ્વસ્થ રહો’નો સંદેશ આપી રહ્યા છે.

૨ વીઘા જમીનમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરીને ભાવનાબેન ૨૫થી વધુ પ્રકારના પાક ઉગાડી રહ્યા છે. શાકભાજી, ફળો અને ઔષધીય પાકોના મિશ્રણથી તેઓ મહિને આશરે રૂ.૨૦ હજાર અને વાર્ષિક અંદાજે રૂ.૩ લાખ સુધીની આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક પદ્ધતિઓના કારણે ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો રહે છે અને જમીનની ઉર્વરતા પણ જળવાઈ રહે છે.

રાજ્ય સરકાર દ્વારા જંગલ મોડેલ આધારિત ફોર્મ વિકસાવવા રૂ.૧૩,૫૦૦ની સહાય પણ તેમને પ્રાપ્ત થઈ છે, જેનાથી પ્રારંભિક વ્યવસ્થા ઉભી કરવામાં મદદ મળી. પ્રાકૃતિક ખેતીમાં એક કદમ આગળ વધીને જંગલ મોડલ અપનાવવાથી મહત્તમ ઉત્પાદન અને બમણી આવક મળતી હોવાનું ભાવનાબેન જણાવે છે.

ખેડૂત સખી તરીકે તેઓ ગામ અને આસપાસના વિસ્તારોમાં અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપે છે. ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનવા અને ખેતીને રોજગારના સશક્ત વિકલ્પ તરીકે અપનાવવા માર્ગદર્શન આપે છે. ઓર્ગેનિક ગોળમાંથી લાડુ બનાવી વધારાની આવક મેળવવાનું મોડેલ પણ તેમણે વિકસાવ્યું છે.

પ્રાકૃતિક ખેતી, જંગલ મોડેલ ફાર્મિંગ અને ઝીરો બજેટ ખેતીના સમન્વયથી ભાવનાબેન પટેલે સાબિત કર્યું છે કે ઓછા ખર્ચે પણ ટકાઉ અને નફાકારક ખેતી શક્ય છે.


  • Related Posts

    ETAP Portable + Serial Key Windows 10 (x86-x64) no Virus 2026



    CyberLink PowerDVD Ultra Full-Activated [no Virus] (x64) Final Unlimited



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *