પરંપરા, પરિશ્રમ અને પ્રગતિ: પાનવડની બહેનોએ ‘હોળી માતાના પાપડ’થી રચી આત્મનિર્ભરતાની નવી ગાથા


છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામે આદિવાસી સંસ્કૃતિની સુગંધ સાથે પ્રગતિનો સ્વાદ ઉમેર્યો છે. દાતા થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં હોળીનો દંડ રોપાતા જ હોળી પર્વની તૈયારીઓ શરૂ થઈ જાય છે. હોળીના પંદર દિવસ પહેલાં “હોળી માતાના પાપડ” બનાવવાની પ્રાચીન પરંપરા આજે પણ જીવંત છે. આ પરંપરા મુજબ ‘હુંડેલ’ નામની સામાજિક વ્યવસ્થામાં બહેનો એકજૂટ થઈ ઘરે ઘરે પાપડ બનાવે છે અને પૂજન માટે પાંચ પાપડ અલગ રાખવામાં આવે છે.

આ જ સંસ્કૃતિને આત્મનિર્ભરતાનું નવું સરનામું આપતાં પાનવડ ગામની ૧૦ જેટલી બહેનોએ સંગઠિત થઈ ‘નેજાધારી મિશન મંગલમ’ હેઠળ દેશી અડદના પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. પરંપરાગત કળાને આધુનિક વ્યવસાય સાથે જોડીને તેઓએ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગૃહ ઉદ્યોગની સંચાલક પારુલબેન કોચલાએ જણાવ્યું કે શરૂઆતમાં બહેનોને ૧૦ દિવસની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. મહિલા ગ્રામ સંગઠન દ્વારા આર્થિક સહાય મળતાં Atta Mixing મશીન ખરીદવામાં આવ્યું. આજે આ મશીનની મદદથી બહેનો દરરોજ આશરે ૪ કિલો જેટલા શુદ્ધ અડદના દેશી પાપડ તૈયાર કરે છે.

પાપડ બનાવવાની પ્રક્રિયા સવારના ૧૦ વાગ્યે શરૂ થાય છે. લોટ ચાળી તેમાં પાપડખાર અને મીઠું જેવા કુદરતી મસાલા ઉમેરી Atta Mixing મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય વજનના લુઆ બનાવી બહેનો મળીને પાપડ વણે છે અને સૂર્યપ્રકાશમાં સૂકવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં શુદ્ધતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

હોળી, અખાત્રીજ અને દીવાસો જેવા તહેવારોમાં આ દેશી પાપડની માંગ ખાસ વધી જાય છે. લોકો વર્ષભર સંગ્રહ માટે પણ અહીંથી પાપડ ખરીદવાનું પસંદ કરે છે. પરંપરાનું ગૌરવ જાળવી રાખતા આ ગૃહ ઉદ્યોગે મહિલાઓને આર્થિક પગભરતા આપી છે અને “હોળી માતાના પાપડ” આજે મહિલા સશક્તિકરણનું પ્રતીક બની રહ્યા છે.


  • Related Posts

    Ghost of Yotei for PC Cracked Keys ElAmigos Release Save Fix for Desktop



    ETAP Portable + Serial Key Windows 10 (x86-x64) no Virus 2026



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *