ડાંગ જિલ્લા પોલીસનો ‘પ્રોજેક્ટ દેવી’: આદિવાસી વિસ્તારોમાં કુરિવાજ અને અંધશ્રદ્ધા સામે મહિલાઓનું સશક્તિકરણ, 70 મહિલાઓને સુરક્ષા


ડાંગ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલ ‘પ્રોજેક્ટ દેવી’ પહેલ આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ સામે ચાલી આવતી અંધશ્રદ્ધા, કુરિવાજ અને અયોગ્ય પરંપરાઓ સામે અસરકારક રીતે કામ કરી રહી છે. વર્ષ 2023માં શરૂ થયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી મહિલાઓને અંધવિશ્વાસથી મુક્ત કરવો, તેમના હક્કો અંગે જાગૃત કરવું અને તેમને સંપૂર્ણ સુરક્ષા તથા કાનૂની સહાય પૂરી પાડવાનો છે. અત્યાર સુધીમાં ‘પ્રોજેક્ટ દેવી’ અંતર્ગત 70થી વધુ મહિલાઓને સુરક્ષા અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા રચાયેલ વિશેષ ‘શે ટીમ’ (She Team) આ પહેલનું મુખ્ય આધારસ્તંભ છે. આ ટીમ ગામે ગામે જઈ મહિલાઓને મળીને તેમની સમસ્યાઓ સાંભળે છે, તેમને કુરિવાજ અને અંધશ્રદ્ધાના દૂષણોથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે સમજ આપે છે. સાથે સાથે મહિલાઓને મહિલાઓ સામેના અત્યાચાર, ઘરેલુ હિંસા, ડાયણ પ્રથા, બાળલગ્ન જેવી કુપ્રથાઓ સામે લાગુ પડતા કાનૂની પ્રાવધાનોની વિગતવાર માહિતી આપવામાં આવે છે.

‘પ્રોજેક્ટ દેવી’ અંતર્ગત પોલીસ દ્વારા માત્ર સમજણ જ નહીં, પરંતુ વાસ્તવિક સંરક્ષણ પણ પૂરુ પાડવામાં આવે છે. જો કોઈ મહિલા અંધશ્રદ્ધા કે કુરિવાજના કારણે ત્રાસ ભોગવે છે, તો પોલીસ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તેને સુરક્ષા, કાઉન્સેલિંગ અને જરૂરી કાનૂની મદદ ઉપલબ્ધ કરાવે છે. આ કારણે ઘણી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ ખુદ પોતાના હક્કો માટે અવાજ ઉઠાવતી થઈ છે.

આ માનવીય અને સંવેદનશીલ કામગીરી બદલ ‘પ્રોજેક્ટ દેવી’ને પ્રતિષ્ઠિત ગોલ્ડ સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર પોલીસ વિભાગની સામાજિક પ્રતિબદ્ધતા અને નવતર વિચારસરણીનું ઉત્તમ ઉદાહરણ છે. ડાંગ જિલ્લામાં આ પહેલના કારણે અંધશ્રદ્ધા સામે જાગૃતિ ફેલાઈ રહી છે અને મહિલાઓને સુરક્ષિત તથા ગૌરવસભર જીવન જીવવાની દિશામાં મજબૂત પગથિયું મળ્યું છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *