‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં ભક્તિ, દેશપ્રેમ અને લોકસંસ્કૃતિનો સંગમ – ભક્તિમય સંગીતે શ્રોતાઓને ઝૂમાવ્યા


સૌરાષ્ટ્રની પાવન ધરતી પર આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’એ ભક્તિ, દેશપ્રેમ અને ગુજરાતની લોકસંસ્કૃતિનો અદ્ભુત સંગમ રજૂ કર્યો. સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાયેલા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભક્તિમય સંગીતના તાલ સાથે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર વાતાવરણ શિવભક્તિ અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કીર્તિ-કરશન સાગઠિયા અને હાર્દિક દવેની સૂરીલી રમઝટે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. તેમની ભક્તિરસથી ભરપૂર રજૂઆતે શિવસ્તુતિ, દેશપ્રેમ અને આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી. સંગીતના તાલ અને શબ્દોની શક્તિએ ઉપસ્થિત ભક્તોના હૃદયને સ્પર્શી લીધા હતા, જેમાં ભક્તિ સાથે સ્વાભિમાનની ભાવના પણ સ્પષ્ટપણે અનુભવી શકાયી.

લોકસાહિત્યના પ્રખર ગાયક રાજભા ગઢવીની રજૂઆતએ કાર્યક્રમને વિશેષ ઊંચાઈ આપી. તેમની લોકવાણીમાં શિવભક્તિ, માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને ગુજરાતની શૂરવીર પરંપરાનો ગૌરવ ઝળહળી ઉઠ્યો. લોકસાહિત્યના સૂરોએ શ્રોતાઓમાં રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક ચેતનાનો નવો સંચાર કર્યો.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું સુંદર પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું. પરંપરાગત સંગીત, લોકગીતો અને ભાવસભર રજૂઆતો દ્વારા નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ પણ સ્પષ્ટ જોવા મળ્યો.

આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહી, પરંતુ સમાજમાં સંસ્કૃતિ, શ્રદ્ધા અને સ્વાભિમાનની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ પણ આપ્યો. સોમનાથની પવિત્ર ભૂમિ પર યોજાયેલ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’એ ગુજરાતની સંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત કરી અને ભક્તો માટે એક સ્મરણિય અનુભવ બની રહ્યો.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *