ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે. ડેવની કાલોલ તાલુકાના પીયાજ ગામે અચાનક મુલાકાત: ‘વિકસિત ભારત 2019’ના લક્ષ્ય માટે કર્મભાવથી કાર્ય કરવાની અપીલ


ગાંધીનગર જિલ્લાના કલેક્ટર શ્રી મેહુલ કે. ડેવે 10 ડિસેમ્બરના રોજ કાલોલ તાલુકાના પીયાજ ગામની અચાનક અને તાત્કાલિક ચકાસણી મુલાકાત લીધી હતી. વ્યસ્ત કાર્યસૂચિ વચ્ચે પણ ગામડાં સુધી સીધી પહોંચ અને સ્થળ પરની પરિસ્થિતિને જાતે જ જોવાની તેમની કાર્યપદ્ધતિ પ્રશંસનીય રહી છે. ‘વિકસિત ભારત 2019’ના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને તેઓ દર અઠવાડિયે ઓછામાં ઓછા બે થી ચાર ગામોની મુલાકાત લે છે, જેથી વિકાસની રોશની અંતિમ વ્યક્તિ સુધી પહોંચે.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરે આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત તેમજ ગામની મૂળભૂત સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવતી જાહેર આરોગ્ય સેવાઓ, પંચાયતની જાહેર સેવા વ્યવસ્થા, આંગણવાડી અને પ્રાથમિક શાળામાં શિક્ષણની સ્થિતિ અંગે માહિતી મેળવી અને સંબંધિત કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે જ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળ્યા હતા.

કલેક્ટર શ્રી ડેવે સરકારના વિવિધ અભિયાન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમાં ‘પ્રાકૃતિક ખેતી’ અભિયાન, ‘એક પેડ મા કે નામ’, ‘સ્વચ્છ ભારત અભિયાન’ સહિતના કાર્યક્રમોની મહત્વતા સમજાવી લોકોને જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોમાં મોબાઇલના અતિરેક ઉપયોગથી થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરીને પરિવારિક સંસ્કાર, દેશભક્તિ ગીતો-કથાઓ, સંયુક્ત ભોજન અને માતા-પિતાના સન્માન જેવા મૂલ્યો પર ભાર મૂક્યો હતો.

કર્મચારીઓને સંબોધતા કલેક્ટર શ્રી ડેવે જણાવ્યું હતું કે રામસેતુ નિર્માણ સમયે મદદરૂપ બનેલી ગિલહરીની જેમ દરેકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. પોતાના ભાગનું કાર્ય ઇમાનદારીથી કરવાથી આત્મસંતોષ મળે છે અને એ જ વિકસિત ભારતના નિર્માણમાં સાચું યોગદાન છે. તેમણે ઉમેર્યું કે જ્યારે વિકસિત ભારતની ઉજવણી થશે ત્યારે દરેક કર્મચારી અને તેમનું પરિવાર ગૌરવ અને સંતોષની લાગણી અનુભવે તે માટે આજે જ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે.

આ મુલાકાતમાં કાલોલ પ્રાંત અધિકારી શ્રી મયંક પટેલ પણ કલેક્ટર સાથે જોડાયા હતા. સમગ્ર મુલાકાતે ગ્રામ વિકાસ, સુશાસન અને જનસેવામાં સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂતી આપી છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *