જિલ્લા પોલીસ અધિકારી કચેરી ખાતે બે દિવસીય તાલીમ: પરિવાર મજબૂતીકરણ અને બાળકોના અધિકારો પર ભાર


જિલ્લા પોલીસ અધિકારીશ્રીની કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ અને મારેકલ ફાઉન્ડેશન ઇન્ડિયા, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે “પરિવાર મજબૂતીકરણ અને બાળકોના અધિકારો તથા યોજનાઓ” વિષયક બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોલીસ કર્મચારીઓ અને સંબંધિત સ્ટાફને બાળકોના અધિકારો, સુરક્ષા અને પરિવાર મજબૂતીકરણ અંગે માર્ગદર્શન આપવું છે.

આ તાલીમ કાર્યક્રમમાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટના કર્મચારીઓ, ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્ય, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્યો, ચાઇલ્ડ હેલ્પલાઇનના કર્મચારીઓ અને બાળ સંભાળ ગૃહના કર્મચારીઓએ ભાગ લીધો. તાલીમ દરમિયાન બાળકોના હક, સુરક્ષા અને તેમની કલ્યાણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.

જિલ્લા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના પ્રમુખ શ્રી એ.પી. જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, ડીવાયએસપી રાઠોડ અને સરકારી વકીલ શ્રી મન્સૂરીએ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિતિ દર્શાવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે તાલીમાર્થીઓને સ્પષ્ટ કર્યું કે બાળકોના અધિકારો અને તેમના સલામતી માટે પોલીસ અને સંબંધિત સ્ટાફની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે વિવિધ વર્કશોપ અને સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાસ્તવિક જીવનના ઉદાહરણો તથા કેઝ સ્ટડી દ્વારા બાળકોના સુરક્ષા અને કુટુંબ મજબૂતીકરણ અંગે સમજાવવામાં આવ્યું. તાલીમાર્થીઓને બાળકોના મનોબળ, પરિવાર સંબંધ અને અધિકાર અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.

જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ પ્રકારના તાલીમ કાર્યક્રમો સમાજમાં બાળકોના સુરક્ષા પર ભાર મુકતા હોવાના ઉપરાંત પોલીસ અને સંબંધિત સ્ટાફને પ્રેક્ટિકલ નોલેજ આપે છે, જેથી તેઓ બાળકો માટે વધુ અસરકારક સેવા પૂરી પાડી શકે.

આ બે દિવસીય તાલીમ દ્વારા ભાગ લેનાર તમામ કર્મચારીઓએ જણાવ્યુ કે આવા સત્રો બાળકોના હિત અને કુટુંબ મજબૂતીકરણ માટે ખૂબજ જરૂરી છે અને તેમને આ વિષયમાં વધુ જાગૃતિ મળી છે.


  • Related Posts

    વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર


    તા. ૨૪ માર્ચના World Tuberculosis Day નિમિત્તે Kheda district માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ Nadiad સ્થિત જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર Amit Prakash Yadav ની ઉપસ્થિતિમાં ટીબી…


    ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન


    Dharampur સ્થિત Valsad District Science Centre ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચકલી સંરક્ષણ અંગે…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *